પરિણીતા સાથે પ્રેમ સંબંધ ની જાણ પતિને થઈ જતા દંપતીએ સાથે મળી યુવાન પર કર્યો તલવાર વડે હુમલો

Advertisement
Advertisement

મોરબીના લાયન્સ નગર વિસ્તારમાં રહેતા યુવાનને પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ પરિણીતાના પતિને થઈ જતા બંને દંપત્તિએ સાથે મળી પ્રેમી યુવાનને માર મારવામાં આવ્યો હોય. તેમજ પ્રેમી યુવાન પર તલવાર વડે ઘા ઝીંકી દેતા પોલીસ મથક ખાતે દંપતી વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતા સુલતાનભાઈ પ્યારઅલી જેસાણી ઉ.37 નામના યુવાને આરોપી રાણાભાઈ વેગડા અને શારદાબેન રાણાભાઈ વેગડા રહે.લાયન્સ નગર સેન્ટમેરી સ્કૂલ પાછળ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓને શારદાબેન સાથે ત્રણ ચાર મહીનાથી પ્રેમ સંબંધ હોય જેની જાણ તેણીના પતિને થઈ જતા બન્ને આરોપીઓએ એકસંપ કરી ગાળો આપી ફરિયાદીના ઘરમાં ઘુસી તલવારના ઘા ઝીકી દેતા જમણા હાથની આંગળી કપાઈ ગઈ હતી. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે દંપતી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.