ઘુંટુ રોડ પર કામ કરતી વેળાએ વીજ શોક લાગતા યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ રોડ પર કામ કરતી વેળાએ અચાનક વીજ શોક લાગતા 36 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ કિરીટભાઇ ભીમજીભાઇ સુવારીયા ઉ.વ.૩૬ વાળા ઝીલટોપ સીરામીક કારખાનામા વેલ્ડીંગ કામ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમા દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.