હળવદ તાલુકાના રાયસંગપર ગામે વાડીએ કામ કરતા ચક્કર આવી જતા શ્રમિક પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી હળવદ તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે અમૃતભાઈ હમીરભાઈ ચૌહાણની વાડીએ કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હમીરપુરા ગામના વતની પરેશભાઈ શંભુભાઈ નાયક ઉ.28 નામના ખેત શ્રમિક ચાલીને જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પાણી ભરેલા ખાડામા ઊંધા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.