મોરબીના વાઘ પર પીલુડી ગામ નજીક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ મશીનમાં આવી જતા યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ કારખાનાના મશીનમાં આવી જતા 31 વર્ષીય યુવાનનો મોત નીપજ્યું હતું. અત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ એલએલપી નામના કારખાનામાં રહેતા અને કામ કરતા લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉ.31 નામના યુવાનનું મશીનમાં આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.