હળવદ શહેરના ત્રણ માળીયા ક્વાર્ટર નજીક જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ જુગાર ધારા અન્વયેગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના ત્રણ માળીયા કવાટર્સ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) રમેશભાઇ હેમુભાઇ ઉડેચા (૨) ઇલ્યાસભાઇ ઉર્ફ અલી અબ્દુલભાઇ મોકરસી (૩) મેહુલભાઇ લાભુભાઇ ધામેચા અને (૪) હરેશભાઇ જેઠાભાઇ રબારીને રોકડા રૂપિયા 3100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.



