“સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલ ટીપ્પણી અત્યંત આપત્તિજનક અને હિન્દુઓની લાગણીને આઘાત પહોંચાડનારી છે જેના વિરોધમાં આજે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવશે
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધીએ કરેલ ટીપ્પણીના વિરોધમાં આજે તા. ૦૩ ને બુધવારના રોજ સાંજે ૫ : ૩૦ કલાકે નવા બસ સ્ટેશન, શનાળા રોડ મોરબી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જે વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓને જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે