હળવદ શહેરની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા 20 વર્ષ કે યુવાન નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માંગીલાલ વાસકેલા ઉ.20 નામનો યુવાન વનવગડો હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે