માળીયા મીયાણા ખાતેથી alto કારના બે ટાયર ની ચોરી થતા ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement

માળીયા મીયાણા શહેરના યુવાને પોલીસ મોથક ખાતે ફરિયાદ નોંધાવી શકે તેમની alto કાર માંથી બે ટાયર ની ચોરી ગત તારીખ 30 ના રોજ થઈ હોય. ત્યારે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા શહેરમાં દલિતવાસમાં રહેતા અમુભાઈ મોતીભાઈ પરમાર ઉ.47 નામના યુવાને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30ના રોજ કોઈ અજાણ્યો તસ્કર તેમની માલિકીની અલ્ટો કારમાંથી બે ટાયરની ચોરી કરી ગયા હતા. ટાયર ચોરીની આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.