બગથળા થી ખાખરાળા વચ્ચેની કેનાલમાં ગાબડું પડ્યું !

Advertisement
Advertisement

મોરબીના બગથળાથી ખાખરાળા રોડ પર આવેલી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ! બગથળાથી ખાખરાળા વચ્ચે કેનાલની સાયફનમાં કચરો ભરાઈ જતાં દોઢ ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. આ ગાબડું પડતાં આસપાસના સાતેક જેટલા ખેતરોમાં પાણી ભરાયા છે. આ અંગે મચ્છુ-2 ડેમના અધિકારી વિશાલ પટેલ સાથે વાતચીત કરતાં તેઓ આ વાતથી અજાણ હોવાનું અને આ અંગે જરૂરી તપાસ કરવામાં આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.