મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ પત્તપ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીનાં વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો શંકરભાઈ માવજીભાઈ જ ઉ.વ.પ૨, વિજયભાઈ મનુભાઈ અગેચણીયા ઉ.વ.૨૮, યોગેશભાઇ સવસીભાઈ અંગેચણીયા ઉ.વ.૩૧, ગોરધનભાઈ લખમણાભાઈ પંચાસરા ઉ.વ.૫૯, સનાભાઈ મહાદેવભાઈ અગેચણીયા ઉ.વ.૬૦, ચંદુભાઇ બચુભાઇ અગેચણીયા ઉ.વ.૫૧ રહે. બધા અમરેલી રોડ, વીસીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે