ગત ૨૪ કલાકમાં મોરબી શહેરમાં ૧૩૮ મીમી વરસાદ

Advertisement
Advertisement

ગઇકાલે શરૂ થયેલી મેઘમહેર મોડી રાત્રે પણ યથાવત રહી હતી. રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન મોરબીમાં વધુ 66 મિમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે રાત્રે પણ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. ગત 24 કલાકમાં મોરબીમાં ૧૩૮ મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા મોરબીવાસીઓએ ગરમી માંથી રાહત મેળવી છે.