વાંકાનેર ના સરતાનપર ખાતે આવેલ કારખાનાની લેબર કોલોની માંથી બીજા માળેથી પડી જતા મધ્યપ્રદેશના શ્રમિક નું મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપરમા આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ ઉ.34 નામના શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાતા મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.