બ્રહ્માકુમારી કેન્દ્ર ના રાજયોગીની ભારતીદીદી ના હસ્તે ગુરૂવારે ટંકારામા કેન્દ્ર નો પ્રારંભ કરવામા આવ્યો

આધ્યાત્મિક જીવનશૈલી દ્રારા ખુશ રહી જીવન જીવવાનુ જ્ઞાન પિરસતી બ્રહ્માકુમારી સંસ્થાનુ કાર્યાલય ભારતીદીદીના હસ્તે ગુરૂવારે ટંકારામા ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ તકે, લોકોને સંસથામા જોડાવા અને જીવનને આધ્યાત્મક બનાવી જીવવાનુ જ્ઞાન મેળવવા અનુરોધ કરાયો હતો.
ટંકારા શહેરના જીવાપરા વિસ્તારમા ગુરૂવારે રોજીંદી જીવનશૈલીમા આધ્યાત્મિકતા વણી લઈ દરેક મનુષ્યે પોતાની જીવનશૈલી વ્યતિત કરવી જોઈએ એવા સુંદર વિચારો ને વ્યાપ આપવાની સરાહનીય પ્રવૃત્તિ કરતી બ્રહ્માકુમારીઝ સંસ્થા નુ કાર્યાલય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીદીદીના હસ્તે ગુરૂવારે સવારે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ વેળાએ દીદીએ ટંકારાના આંગણે આધ્યાત્મિક જીવન જીવવાના બીજ નુ વાવેતર કર્યા નો આનંદ વ્યક્ત કર્યો હતો. આધ્યાત્મિક પ્રવૃત્તિ ને જીવનશૈલી સાથે વણીને ધર્મ કાર્ય કરવાનુ કાર્ય કરતી સંસ્થા ના કેન્દ્ર ના ઉદઘાટન પ્રસંગે રા.ડી. બેંક ના ડાયરેક્ટર દલસુખભાઈ વાઘજીભાઈ બોડા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર દ્વારા જીવન બનાવવાના લક્ષ્યથી શરૂ થયેલ આ સેવાનો લાભ લેવા ધર્મપ્રેમી, અધ્યાત્મ પ્રેમી લોકો ને અનુરોધ કરાયો હતો. કેન્દ્રમા જીવનશૈલી અંગે વિનામુલ્યે સાપ્તાહિક કોર્ષ કરાવાશે જેનો સમય સવારે 6 થી 7 તથા સાંજે 4.30 થી 5.30 સોમવાર થી શનિવાર રહેશે એમ યાદી મા જણાવાયુ છે.