હળવદ ના જોગડ ગામે વીજળી પડતા ખેત શ્રમિક નું મોત

Advertisement
Advertisement

હળવદ તાલુકાના જોગડ ગામે ગઈકાલ સાંજે ખેતશ્રમિક પર વીજળી પડતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. અત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જોગડ ગામે ગઈકાલે સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસતો હતો ત્યારે જોગડ ગામની સીમમાં ખેત મજૂરી કરતા અનિલભાઈ અર્જુનભાઇ નાયક ઉ.22 ઉપર આકાશી વીજળી પડતા ખેત શ્રમિક અનિલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે