મોરબીના કાલિકા પ્લોટ માં રહેતા એક યુવાનને અત્યારની કોશિશના બનાવવામાં સમાધાન કરી લેવાનું કહી જાન થી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ માથક ખાતે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા ફરિયાદી રહીમભાઈ ઉર્ફે ટકો વલીમામદ ચાનીયા ઉ.34 નામના યુવાનને આરોપી ઇરફાન કરીમભાઈ પારેડી નામના શખ્સે વજેપરમાં નર્મદા હોલ પાસે ગાળો આપી ફરિયાદીએ અગાઉ કરેલા આઇપીસી 307 મુજબના હત્યાની કોશિષના બનાવમાં સમાધાન કરી લેવાનું કહી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.