ટંકારા મા બુધવારે ફરી મેઘમહેર, બે ઈંચ હેત વરસ્યુ .. સીઝન નો કુલ ચાર ઈંચ વરસાદ નોંધાયો.


ટંકારા તાલુકામા ભારે ઉકળાટ બાદ ગત રવિવારે સીઝન ના પ્રથમ રાઉન્ડમા દોઢ ઈંચ હેત વરસાવ્યા બાદ બુધવારે ફરી ઢળતી સાંજે બે ઈંચ વરસાદ પડ્યો હોવાથી સીઝન નો કુલ રાત્રે આઠ વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
ટંકારા પંથકમાં દિવસ દરમિયાન વાતાવરણમાં બફારો અને ભારે ઉકળાટ બાદ બુધવારે ઢળતી સાંજે મેઘરાજાએ પધરામણી કરી બે ઈંચ હેત વરસાવ્યુ હતુ. પંથકમા ચોમાસું સીઝનનો પ્રથમ રાઉન્ડ ગત તા. ૨૩ મી ને રવિવારે દોઢ ઈંચ પડ્યા બાદ છુટા છવાયા ઝાપટા પડયા હોય ત્યાં આજે ફરી બુધવારે દિવસ દરમિયાન ઝાપટા પડયા બાદ ઢળતી સાંજે બે ઈંચ વરસાદ પડતા બુધવારે રાત્રે આઠ વાગ્યા સુધી ના સરકારી આંકડા પ્રમાણે સવા ચાર ઈંચ (૧૦૯ મીમી) પડ્યો હતો. આજે પડેલા વરસાદના ફોટા અમારા વાંચક લજાઈ ગામ ના પ્રકાશભાઈ નિમાવતે અમોને મોકલતા અત્રે પ્રસિધ્ધ કર્યા છે..જોકે, મોટાભાગના ખેડુતો એ વરૂણદેવ પર વિશ્વાસ રાખી અને પાણીની સગવડ હોવાથી આગોતરા વાવણી કરી દીધી હોવાથી વાવેતર ઉપર મેઘમહેર થતા જગ તાત ખુશ થઈ રહ્યા છે.