જોન્સનગર વિસ્તારમાંથી વરલી રમતો રામડતો એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન જોન્સનગર વિસ્તાર ના શેરી નંબર આઠમાં વરલી મટકાના આંકડા ની કપાત લઇ જુગાર રમતા રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના જોન્સનગર શેરી નંબર 8માં જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લઈ જુગાર રમતા રમાડી રહેલા આરોપી શબીર ગુલામહુસેન ભટ્ટી નામના શખ્સને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 270 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.