હળવદ તાલુકાના રાતાભેર ગામે અગાઉ થયેલ ઝઘડા નો ખાર રાખી યુવક પર ચાર જેટલા શખ્સોએ ધારિયા વડે હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રફુલભાઇ જેશીંગભાઈ કેરવડીયા (ઉ.વ.૩૭) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ દિલીપભાઈ ઇંદરીયા, અશ્વિનભાઈ ઓધવજીભાઈ ઇંદરીયા, જેમાભાઈ રૂપાભાઈ ઇંદરીયા તથા જગદીશ ઉર્ફે બહુરૂપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૦-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીના ઘર પાસે આવેલ પાણીની ટાંકી આગળ આરોપીઓ તેમની પાસે આવી તુ અને તારા બાપા તમારા જમાઈ સંજયભાઈનુ ઉપરાણું લઈને અગાઉ કેમ મારી સાથે લપ કરેલી તેમ કહી ગાળો આપતા ફરીયાદિએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી રાજુભાઈએ ફરીયાદીને ધાર્યું માથામાં મારી ગંભીર ઈજા તથા ફેક્ચર કરી અન્ય આરોપીઓ ફરીયાદીને ધોકા તથા ગડદા પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ ફરીયાદીને છોડવવા વચ્ચે પડતા જેંશીભાઇને ધાર્યા વડે ઇજા કરી હતી અને છોડવવા વચ્ચે પડેલ દુધીબેન તથા વનીતાબેનને આરોપીઓએ ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.