મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ઇટાવા નામના કારખાનાના લેબર કવાટર્સમાં મૂળ ઝારખંડની વતની પિન્કીબેન ચન્દ્રમોહન પિંગુઆ ઉ.20 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પિન્કીબેનના એક મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.