ઇન્દિરા નગર વિસ્તારમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં 34 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરમા રહેતા કિશનભાઈ ભુપતભાઇ મકવાણા ઉ.34 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.