મહેન્દ્રનગર ચોકડી નજીક શુભ કોર્પોરેટ બિલ્ડિંગમાં દુકાનમાં વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ ચાલુ હોય ત્યારે બી ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરી હતી. રેડ દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ શુભ કોર્પોરેટ બિલ્ડીંગમાં દુકાન નંબર 524મા વિદેશી દારૂનું વેચાણ થાય છે, જે બાતમીને આધારે પોલીસે ગઈકાલે બપોરના સમયે દરોડો પાડતા આરોપી (1) રાજેશ દલસુખભાઈ અધારા રહે.મહેન્દ્રનગર મૂળ રહે.વીંછીયા, રાજકોટ, (2) રાહુલ ભરતભાઇ વસાણીયા મૂળ રહે. બગથળા હાલ ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર મોરબી અને (3)દિવ્યેશ બાબુભાઈ હરસોરા રહે.મોરબી હાઉસિંગ બોર્ડ સામાકાંઠા વાળાને અલગ અલગ બ્રાન્ડની 29 બોટલ કિંમત રૂપિયા 9,330 સાથે ઝડપી લીધા હતા.