મોરબીના વેજીટેબલ રોડ લાભનગર ની બાજુમાં મંદિરની સામે બાવળની જાળીમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી-૨ વેજીટેબલ રોડ, લાભનગરની બાજુમા, મંદીરની સામે બાવળની જાળીમા આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ-૪૫ કિ.રૂ. ૩૦,૬૦૦/- તથા ૧૮૦ મી.લી. ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૩૭ કિ.રૂ. ૩૭૦૦/- એમ કુલ કિ.રૂ. ૩૪,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી વિજયભાઇ ગોરધનભાઇ દેગામા ઉ.વ.૩૧ રહે-લાભનગરની બાજુમાં વાડી વિસ્તાર મોરબી-ર તથા જયેશભાઇ જયંતીભાઇ માકાસણા ઉ.ર૪ રહે-ધરમપુર, નિશાળ પાછળ તા.જી.મોરબીવાળાને રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.