વિદેશી દારૂના ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી બનાસકાંઠાની ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે ત્યારે તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હસ્તગત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.દાઉદી પ્લોટ શેરી નંબર 2 વાળો હાલમાં બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.