હળવદ તાલુકાના રણમલપુર ગામે સોસાયટીમાં પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ હોય ત્યારે ગામના સરપંચ સાથે માથાકૂટ કરી ગાળો બોલી ઢીકા પાટુ ન માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથક ખાતે સરપંચે ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે નારાયણ ગોપાલવાળી શેરીમા પેવર બ્લોક નખવાની કામગીરી ચાલુ હોય જે અંગે ગામના સરપંચ પુનાભાઇ દેવાભાઇ રાઠોડ, ઉ.61 સાથે આરોપી ભૌતીકભાઇ રમેશભાઇ પટેલ, રમેશભાઇ મગનભાઇ પટેલ, સુરેશભાઇ દેવકરણભાઇ પટેલ અને શારદાબેન રમેશભાઇ પટેલ રહે. બધા રણમલપુર ગામ વાળાઓએ સરપંચ સાથે બોલાચાલી ઝગડો કરી જાતિ પ્રત્ય જાહેરમાં અપમાનિત કરી ગાળો બોલી શારદાબેને લાકડીથી માર મારી તેમજ ભૌતીકભાઇએ છુટ્ટા પથ્થરો મારી તથા રમેશભાઇ અને સુરેશભાઇએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટના અંગે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.



