મોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક ના રહેવાસી આરોપી ઘૂંટુ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં મકાન ભાડે રાખી વિદેશી દારૂ નો જથ્થો વેચાણ અર્થે ઉતારેલો હોય ત્યારે મોરબી એલસીબી ટીમ તમામ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી / પેરોલફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, દિક્ષીત વ્રજલાલ દુદકીયા રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક વાળાએ મોરબી જુના ઘૂંટ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં માધવભાઇ ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં બીયર તથા વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇગ્લીશદારૂ / બીયરની કુલ બોટલો નંગ – ૧૨૮ કિં રૂ. ૪૦૨૪૦ નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી આરોપી દિક્ષીત વ્રજલાલ દુદકીયા રહે.મોરબીવાળા વિરુધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.