મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબીના ટંકારા ના મીતાણા ચોકડી નજીક થી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેના વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મિતાણા ચોકડીથી વાંકાનેરના વાલાસણ ગામ જવાના રસ્તેથી આરોપી વિશાલ ભીમજીભાઈ આદ્રેશા ઉ.24 રહે.ભાયાતી જાબુંડિયા વાંકાનેર વાળાને રૂપિયા 10 હજારની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.