માળીયા મીયાણા નજીક આવેલ માધવ હોટલ ની પાછળ ચાર નંબરની વાંઢ તરીકે ઓળખાતી જગ્યામાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા નજીક આવેલ માધવ હોટલની પાછળ ચાર નંબરની વાંઢ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં તિનપતિ રમી રહેલા આરોપી (૧) હૈદરભાઈ ખીમાભાઈ માણેક (૨) સલેમાનભાઈ આમદભાઈ જામ (૩) રહેમાનભાઈ દાઉદભાઈ મોવર (૪) અસરફભાઈ અલીયાસભાઈ માલાણી (૫) નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી (૬) અલ્તાફભાઈ અબ્દુલભાઈ માલાણી અને (૭) જુમાભાઈ કરીમભાઈ સેડાતને રોકડા રૂપિયા ૧૦,૪૩૦ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.