મોરબીના માધાપરમાં રહેતા 32 વર્ષે યુવાનને ઓનલાઈન જોબની લાલચ આપી વિશ્વાસમાં કેળવી ટેકનિકલ માધ્યમથી યુવક સાથે 77,850 રૂપિયાની ખેતરપિંડી આચરવામાં આવી હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માધાપરમાં રહેતા અને લાલપર ગામની સીમમાં અર્બનડાય નામના કારખાનામાં નોકરી કરતા ફરિયાદી ભરતભાઇ ચમનલાલ ડાભી ઉ.32 નામના યુવાનને અજાણ્યા બેન્ક એકાઉન્ટ ધારક તરફથી ટેલિગ્રામ લિંક મોકલી ઓનલાઇન જોબની લાલચ આપી વિશ્વાસ કેળવી ટેક્નિકલ માધ્યમથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બે અલગ અલગ એકાઉન્ટમા ફોન પે અને ગૂગલ પે મારફતે 77,850 મેળવી લઈ છેતરપિંડી કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.