હળવદ માળિયા હાઇવે પર અજાણ્યા વાહન સાથે કાર અથડાતા યુવકનું મોત

Advertisement
Advertisement

હળવદ માળિયા હાઇવે પર ગફલત ભરી રીતે કાર ચલાવી નીકળતા અજાણ્યા વાહન સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ – માળીયા હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા નજીક ગત તા.9ના રોજ વ્હેલી સવારે જીજે – 06 – પીકે – 5850 નંબરની હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલક આરોપી તનવરમિયા હસનઅલી સૈયદ રહે.કણભા જિલ્લો વડોદરા વાળાએ પોતાની કાર ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા ગુલામમહમદ સમદાની ઇસ્માઇલ મિયા સૈયદ ઉ.30 નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે આણંદ જિલ્લાના પણસોરા ગામે રહેતા જિયાઉલમુસ્તુફા અયુબઅલી સૈયદે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.