મોરબી શહેરમાં કન્યા છાત્રાલય રોડ પર રહેતા વૃદ્ધ ઉમિયા સર્કલ નજીક ચક્કર આવતા બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં કન્યા છાત્રાલય રોડ ઉપર ક્રિષ્ના પાર્કમાં રહેતા ચતુરભાઈ રાઘવજીભાઈ ગામી ઉ.60 નામના વૃદ્ધ ગઈકાલે બપોરના સમયે બાઈક લઈ વાડીએથી ઘેર પરત ફરતા હતા તે વેળાએ ઉમિયા સર્કલ નજીક ચક્કર આવતા બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.