મોરબી: NDPS એકટ હેઠળ ગુનાહમાં આરોપી નો નિર્દોષ છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મો. તા. પો. સ્ટે. પ્રોહી. ગુ. રજી. નં. ૫૫૩૩/૧૭ ના ગુન્હાના કામે એનડીપીએસ એકટ ૧૯૯૫ ની કલમ ૮ (સી), ૧૮ (બી), ના કામે આરોપી ના પોતાના કબજા ભોગવટા વાળી હોટલ માં ગેરકાયદેસર રીતે અફીણ નો જથ્થો કુલ વજન ૨૬૫૩.૫ ગ્રામ કીમત રૂા. ૫૩૦૭૦/– સદરહુ મુદામાલ સાથે રેઈડ કરેલ આરોપી પભુલાલ હજારીલાલ પાટીદાર રહે. રણીયાણા તા. મલાહારગઢ જી. મંડસોર મધ્યપદેશ, વાળા સામે એનડીપીએસ એકટ ૧૯૯૫ ની કલમ ૮ (સી), ૧૮ (બી) મુજબ આરોપી ની ધરપકડ કરી ત્યારબાદ તપાસ પુર્ણ કરી નામ. અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા સદર કેશ એનડીપીએસ કેશ નં. ૧/૨૦૨૦ થી મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી આર. જી. દેવઘરા સાહેબ ની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર આરોપી ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર ના તરફે વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા બચાવ પક્ષ ના વકીલ ની દલીલો માન્ય રાખી આરોપી પભુલાલ હજારીલાલ પાટીદાર ને મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી આર. જી. દેવઘરા સાહેબ ની કોર્ટમાં આરોપી ને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.