ટંકારા તાલુકાના જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ તેમજ એટ્રોસિટી કલમ હેઠળ પકડાયેલ બે આરોપીઓનો જામીન પર છુટકારો કરાવતા વકીલ મનીષ પી. ઓઝા

Advertisement
Advertisement

ટંકા૨ા પો. સ્ટે. ના ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), તથા જાતીય ગુન્હાઓથી બાળકોના ૨ક્ષણ બાબત ના અઘીનીયમ ૨૦૧૨ ની કલમ ૧૧, ૧૨, તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩ (૧) (૧૧) તથા જી. પી. એકટ ની કલમ ૧૩૫ ના ગુન્હામાં પકડાયેલ બે આરોપીઓનો જામીન ૫૨ છુટકા૨ો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે ટંકા૨ા ગામ માં તા. ૭/૧૦/૧૪ ના રોજ ટંકા૨ા પો. સ્ટે. ના ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબત ના અઘીનીયમ ૨૦૧૨ ની કલમ ૧૧, ૧૨, તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩ (૧) (૧૧) તથા જી. પી. એકટ ની કલમ ૧૩૫ ના ગુન્હાના કામે આરોપીઓ (૧) હ૨પાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા (૨) રામરાજસિંહ ઉર્ફે રમેશભાઈ વિકૃમસિંહ ઉર્ફે ઘોઘુભા ઝાલા બંન્ને રહે. લજાઈ તા. ટંકારા જી. મો૨બી. વાળાઓ ફ૨ીયાદી ની પુત્રી ભોગ બનનાર ને એકબીજાએ એક સંપ કરી ભોગ બનનાર ને જાતી પ્રત્યે અપમાનીત કરી અને ભોગ બનનાર અનુસુચીત જાતના હોવાનુ જાણતા હોવા છતાં બનનાર ને ફોન ઉપર ખરાબ મેસેજ મોકલી લોખંડ નો પોઈપ લઈ જાનથી મારી નાખવાની ઘમકી આપી તેમજ આરોપી નં. ૧ હ૨પાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા અવાર નવાર ફરીયાદી ની પુત્રી ની પાછળ જઈ ખરાબ બોલી આંખોથી ઈસા૨ા ક૨ી ચેષ્ટા કરી છેડતી કરતા ભોગ બનનાર ની માતુશ્રી એ ટંકારા પોલીસ સ્ટેશન માં તા. ૮/૧૦/૧૪ ના રોજ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ સ્પે. પાકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ ક૨તા આરોપીઓ સામે નો કેશ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે વ. શ્રી મનીષ પી. ઓઝા (એડવોકેટ) (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. ૫૨મા૨ (એડવોકેટ) નાઓએ આરોપી તરફે ઘારદાર દલીલો કરતા તેમજ નામ. વડી અદાલત ના ચુકાદાઓ ૨જુ ક૨તા સ્પે. પોકસો કોર્ટના જજ શ્રી મહીડા દલીપ પી. સાહેબે આરોપીઓના વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) ની દલીલો ધ્યાને લઈ આરોપીઓને શંકા નો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેશ માં આરોપીઓ પક્ષે વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. ૫૨મા૨ રોકાયેલા હતા.