મોરબીના મયુરપુલ નીચેથી બાઈકની ચોરી થઈ હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ બાબતે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મયુરપુલ નીચેથી ગત તા.7 જાન્યુઆરીના રોજ રૂસ્તમભાઈ હજરતઅલી અંસારીની માલિકીનું રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે, ચોરીની ઘટનાના પાંચથી છ મહિના બાદ ફરિયાદ નોંધાતા બાઈક ચોર પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.