મોરબીના જુના સાદુળકા ગામે રહેતા મોહનસિંહ ઉર્ફે અટુભા ફતેસિંહ ઝાલાએ પોતાનું ડમ્પર મશીન ભરવા માટે સાદુળકા ગામની સીમમાં આવેલ ફોનિક કલરના કારખાને મોકલતા કારખાના નજીક ખેતર ધરાવતા આરોપી હંસરાજભાઇ તેજાભાઇ પાંચોટીયા, કપીલ હંસરાજભાઇ પાંચોટીયા, સત્યમ હંસરાજભાઇ પાંચોટીયા અને હરખજીભાઇ રાજકોટીયા, રહે. લક્ષ્મીનગર ગામ વાળાઓએ અહીંથી વાહન ચલાવતા નહિ કહી ડમ્પરને રોકી રાખતા ડમ્પર માલિક મોહનસિંહ બનાવ સ્થળે જતા આરોપીઓએ તેમની સ્કોર્પિયો રોકી અહીંથી ગાડી નહિ ચલાવતો કહી માર મારી બાદમાં જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.