લખધીરપુર રોડ પર ઘુંટુ ગામની સીમમાં આવેલ ફેક્ટરી માંથી બાઈકની ચોરી

Advertisement
Advertisement

મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ સિરામિક ફેક્ટરીમાંથી ૧.૨૫ લાખની કિંમતના બાઈક ની ચોરી થતા આ અંગે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ મજની ટાઇલ્સ સિરામિક ફેક્ટરીમાંથી અજાણ્યો ચોર ઇસમ તરૂણકુમાર ધીરજલાલ કોરડીયા નામના યુવાનનું 1.25 લાખની કિંમતનું યામાહા આર-15 બાઈક ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.