હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા નજીક વજેરીવાસમાં રહેતા આ કામના આરોપી શાકભાજી ના વેપારીના ઘર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં રહેતા કિશન ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા ઉ.26 નામના શાકભાજીના ધંધાર્થીએ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ ચાલુ કર્યું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી 49 બોટલ વોડકા કિંમત રૂપિયા 17150 તેમજ 8 પીએમ વ્હિસ્કીના ચપલા નંગ 15 મળી કિંમત રૂપિયા 1500 મળી વિદેશી દારૂની નાની મોટી 64 બોટલ મળી આવતા દારૂનો કુલ 18650નો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.