નાદુરસ્ત તબિયતને કારણે આર્યસમાજના વાનપ્રસ્થ ડો. દયાલમુની દિલ્હી ન જઈ શકતા રાષ્ટ્પતિ ની સુચનાથી જીલ્લાના સમાહર્તાઓ દ્વારા ટંકારા પહોંચી પદ્મ શ્રી એનાયત કરાયો.


ટંકારાના નિવૃત્ત વેદાચાર્ય અને આર્યસમાજના વયોવૃધ્ધ વાનપ્રસ્થી ડો.દયાલમુની આર્યને આયુર્વેદ ક્ષેત્રે અપ્રિતમ કહી શકાય એવી તબીબી સેવા બદલ સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ થી પોંખણા કરવા માટે અગાઉ પસંદગી થયા બાદ એવોર્ડ માટે નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હી નહીં શકતા જૈફ વય ના દયાળજી દાદા ને રાષ્ટ્રપતિ ની સુચનાથી શુક્રવારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ટંકારા ખાતે તેઓના નિવાસસ્થાને પહોંચી સન્માનિત કરાયા હતા અને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જુદા જુદા ક્ષેત્રમા એવોર્ડ માટે દેશભરમાંથી ૧૩૨ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમા, ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતી એ કંડારેલા વૈદિક માર્ગ પર પોતાની પરવા કર્યા વગર બાળપણથી જ સડસડાટ દોડતા સંસ્કૃત ભાષાના ઉપાસક, આયુર્વેદાચાર્ય, સંશોધક- લેખક અને સમાજ સુધારક એવા સામાન્ય દરજી પરીવારમા ઉછરેલા વાનપ્રસ્થ સંન્યાસી ડો. દયાળમુની (દયાળજીભાઈ માવજીભાઈ પરમાર) ની કર્મયાત્રાની ફલશ્રુતિ રૂપે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ હતી. ૯૧ વર્ષે આંબી ગયેલા દયાલમુની મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાનુ ગૌરવ છે એવા જામનગર આયુર્વેદ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નિવૃત્ત થઈ વતન ની મહેંક રાષ્ટ્ર સુધી પ્રસરાવનારા દયાળજી દાદા એ પ્રાથમિક શિક્ષણ સ્થાનિકે લીધા બાદ દરજી કામ કરતા કરતા ઉચ્ચ અભ્યાસ કરીને ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શોધકર્તા લેખક – અનુવાદક, સમાજ સેવા સહિતની નિષ્ઠાપૂર્વક સેવા બજાવી છેલ્લે જામનગર આયુર્વેદિક કોલેજ માથી આચાર્ય (એચઓડી) તરીકે વય નિવૃત થયા બાદ ફરી વતન ટંંકારામા સ્થાયી થયા હતા. હાલ તેઓની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાષ્ટ્રપતિ ના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ સ્વિકારવા દિલ્હી જઈ શકવા માટે સક્ષમ ન હોવાથી રાષ્ટ્રપતિએ તેઓને પદ્મ શ્રી ઘરે પહોંચાડી તેઓને સન્માનીત કરવા સુચના આપતા શુક્રવારે જીલ્લા કલેકટર કિરણભાઈ ઝવેરી ઉપરાંત, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને ડીડીઓ પ્રજાપતિ સહિતના જીલ્લાના સમાહર્તાઓ ટંંકારા દયાલમુની ના નિવાસસ્થાને પહોંચી અહીંયા તેઓને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરી સન્માનીત કર્યા હતા.આ તકે, ટંકારા આર્યસમાજના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર આર્ય સંન્યાસી દયાળમુની મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શો ને હ્યદયમાં રાખી નિવૃત્તિ બાદ ફરી આર્યધર્મ ના કામે વળગી જઈ યુવાનો ના જીવન ઘડતર કરવાનુ કામ કરવા સાથે આર્ય સમાજના આયુર્વેદિક ચિકિત્સાલય શરૂ કરી ડોક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપી સાથોસાથ ચારેય વેદો અને મહર્ષિ દયાનંદ રચિત સત્યાર્થ પ્રકાશ નુ સંસ્કૃત માથી ૨૦૩૯૭ મંત્રો સાથે ગુજરાતી અનુવાદ કરવાનુ કાર્ય અઘરૂ કહેવાય એવુ સરાહનીય કાર્ય કર્યુ હતુ. આયુર્વેદ સાહિત્યના ચરક સંહિતા ભાગ ૧-૨, સુશ્રુત સંહિતા ભાગ ૧-૨, માધવ નિદાન ભાગ ૧-૨, સહિતના ૧૮ પુસ્તકો લખ્યા છે. આયુર્વેદના અભ્યાસમા ઉપયોગી પાઠ તૈયાર કરી આયુર્વેદ કોલેજ ના બીએએમએસ ના વિધાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો પણ તૈયાર કર્યા છે.
————————————————————————આર્ય મુની ને અગાઉ મળેલા પુરસ્કાર, સન્માન
વર્ષ: ૨૦૦૮ મા ગુ.સ. તરફથી રાજ્યપાલ નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચુડામણી પુરસ્કાર,
વર્ષ: ૨૦૦૯ મા રાજકોટખાતે યોજાયેલ આયુર્વેદના રાષ્ટ્રીય સંમેલનમા લાઉફટાઈમ અચિવમેંટ પુરસ્કાર,
વર્ષ: ૨૦૧૦: મુંબઈ આર્ય સમાજ દ્વારા આર્ય કર્મયોગી પુરસ્કાર,
વર્ષ ૨૦૧૧: ઈન્ટરનેશનલ આયુર્વેદિક સંગઠન દ્વારા સન્માનિત.
વર્ષ ૨૦૧૩: વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત.
વર્ષ ૨૦૧૫: ગુજરાત આયુર્વેદિક વિશ્ર્વ વિધાલય દ્વારા આયુર્વેદની ડી લીટ પદવી.
વર્ષ ૨૦૨૦: ગૌરવ પુરસ્કાર
—————————————————————————–