મોરબી તાલુકાના જેતપર ગામે રાત્રિ દરમિયાન દરવાજો ખખડાવવાની ના પાડતા આ કામના રૂપિયા ફરિયાદીના પત્ની અને માતા સાથે ઝઘડો કરી ફરિયાદીના પિતાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારતા ફરિયાદી ના પિતા નું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે પાવર હાઉસ પાસે રહેતા અરવિંદભાઈ ચંદુભાઈ આઘારીયાએ આરોપી મયુર હરખાજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી મયુરે ગત તા.27ની રાત્રે અરવિંદભાઈનો ઘરનો દરવાજો ખખડાવતા અરવિંદભાઈના પત્ની મનીષાબેન મયુરની પત્ની કાજલબેનને આ બાબતે કહ્યું હતું કે, કેમ તારો પતિ અમારો દરવાજો ખખડાવતો હતો. આ બાબતનો ખાર રાખી આરોપી મયુરે અરવિંદભાઈના પત્ની અને માતા સાથે ઝઘડો કરી બાદમાં અરવિંદભાઈના પિતા ચંદુભાઈ બાબુભાઇ અઘારીયા ઘર પાસે એકલા હતા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર મારતા ચંદુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.