હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે ૨૧ વર્ષીય શખ્સને ૮૫ ચપલ વિદેશી દારૂના ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી સમીર અનવરભાઈ કાજેડીયા ઉ.21 નામના શખ્સને રૂપિયા 8500ની કિંમતના વિદેશી દારૂના 180 મીલી માપના 85 ચપલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.