મોરબીના વીસીપરા વિસ્તારમાં ખુલીનગરમાં આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી 55 બોટલ જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય ત્યારે આ અંગે પ્રોહીબીશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ નજીક કુલીનગરમાં રહેતો આરોપી મોસીન જુમાભાઈ માલણી પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી આરોપી સાજીદ કાદરભાઈ લધાણી સાથે મેળાપીપણું કરી વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી મોસીનના ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 55 બોટલ કિંમત રૂપિયા 21,670 મળી આવતા પોલીસે દરોડા સમયે હાજર નહિ મળી આવેલા બન્ને આરોપીઓને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.