ટંકારા લતીપર હાઇવે પર ફુલ સ્પીડે આવતા બાઈક સવાર સાઈડમાં ઉકેલ ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા – લતીપર હાઇવે ઉપર હીરાપર ગામ નજીક જીજે – 36 – એજી -3520 નંબરનું બાઈક લઈ સરાયાથી ટંકારા તરફ આવી રહેલા મૂળ મધ્યપ્રદેશના ખેત શ્રમિક રાકેશ કનાભાઈ વસુનિયાએ પોતાનું બાઈક ફૂલ સ્પીડે ચલાવી રોડની સાઈડમાં ઉભેલા જીજે – 36 – એસી – 4766 નંબરના ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાવતા રાકેશ વસુનિયાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા સીરાજભાઈ હમીરભાઈ વિકિયાણીને ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલક એવા રાકેશ વસુનિયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.