ટંકારા:હરબટીયાળી મા બે પાડોશી વચ્ચે ચાલતો રસ્તા નો ગજગ્રાહ અંતે પોલીસ થાણે પહોંચ્યો.

Advertisement
Advertisement
લાંબા સમયથી વાદ શમતો ન હોય, પોલીસે સમજાવવા છતા એકેય પક્ષ ઢીલુ મુકવા તૈયાર ન હોવાથી પોલીસે બંનેની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.
ટંકારાના હરબટીયાળી ગામે વસતા ગામડાના બે પાડોશીઓ વચ્ચે હલણના રસ્તા મુદ્દે લાંબા સમયથી ચાલતો ગજગ્રાહ બુધવારે વકર્યો હતો. અને આ મામલે બંને પાડોશીઓ બાખડી પડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એકેય પક્ષે નમતુ જોખવા તૈયાર ન હોવાથી અંતે,પોલીસે બંને પક્ષ ની સામસામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા હરબટીયાળી ગામે રહેતા બે પાડોશીઓ વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી હલણના રસ્તા મુદ્દે તકરાર ચાલી આવતી હોય અને આ મામલે અવારનવાર વિવાદ પણ થતા રહેતા હતા. ગામડાના સમજુ લોકોએ મધ્યસ્થી કરી વાદ શમાવવા પ્રયાસો કરવા છતા એકેય પક્ષ નમતુ જોખવા તૈયાર ન હોવાથી ગામડાના લોકો પણ કંટાળી પારકી પરોજણ થી દુર રહેતા હતા. એવા મા બુધવારે ફરી આ મુદ્દે ગજગ્રાહ વકર્યો હતો. અને બંને પાડોશીઓ વચ્ચે તુ તુ મેં મેં થયા બાદ બાખડી પડ્યા હતા. અંતે, મામલો પોલીસ થાણે પહોંચતા પોલીસે બંને પક્ષો ની સામસામે ફરીયાદ નોંધી હતી. જેમા, હરબટીયાળી ના વતની હાલ અમદાવાદ વસતા હરજીભાઈ પોપટભાઈ સંઘાણી એ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ મુજબ તેની પાડોશમાં રહેતા પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી સાથે રસ્તા બાબતે જુનો વિવાદ ચાલતો હોય ગત તા. ૨૨ મી એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ માથી માપણી માટે કર્મચારી આવ્યા હોય જે પોપટભાઈ ને ગમ્યુ ન હોય એથી બબાલ કરી ડખ્ખો કર્યો હતો. અને પોતાને ગામડુ છોડી જતા રહેવાની દાટી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રાવ કરી હતી. જ્યારે સામાપક્ષે પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી એ વળતી ફરીયાદ નોંધાવી હતી કે, હરજીભાઈ પોપટભાઈ સંઘાણીએ પાંચેક વર્ષ પૂર્વે મકાન ચણવા પોતાની દીવાલ તોડવા આપેલ હતી. પરંતુ પાંચ પાંચ વર્ષ વિતવા છતા આજદિન સુધી દિવાલ ચણી આપતા ન હોવાથી એને કહેવા જતા ડખ્ખો કરી દીવાલ ક્યારેય નહિ ચણી દવ તેમ કહી તારાથી થયા તે  કરી લે જે એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વળતી ફરીયાદ નોંધાવતા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.