હળવદ ના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આ કામના આરોપીના ભોગવટાવાળા મકાનમાંથી વોડકાના ૬૫ જેટલા ચપલા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ બાબતે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતો આરોપી કિશન ઉર્ફે કાળિયો પ્રવીણભાઈ બાબરીયા પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામા વિદેશી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડામાંથી વાઈટલેસ વોડકાના 65 ચપલા કિંમત રૂપિયા 6500 મળી આવ્યા હતા. જો કે, આરોપી કિશન ઉર્ફે કાળિયો દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાળિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.