મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાં

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના મકરાણીવાસ માંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મકરાણીવાસ પાસે નદીના ઢાળીયા નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી આસીફભાઇ રફીકભાઇ મકરાણી, ઇકબાલ ગનીભાઇ દાવલીયા અને હશનભાઇ અલ્તાફભાઇ બ્લોચને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,840 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.