ટંકારા તાલુકાનુ ટોળ ગામ આકરા તાપ વચ્ચે પંદર દિવસથી પિવાના પાણી વિના ટળવળે છે.

Advertisement
Advertisement
બે કરોડના ખર્ચે પાઈપલાઈન પાથરી પરંતુ છ મહિના થી એમાંથી પાણી નુ બુંદ ટપકતુ નથી.
નિવેડો ન આવે તો સરપંચે રાજીનામુ ધરી મામલતદાર કચેરીએ ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી.
ટંકારા તાલુકાના ટોળ ગામે છેલ્લા પંદર દિવસથી પિવાનુ પાણી ન મળતા ગામડાના લોકો કાળઝાળ ગરમીમા ભારે વલખા મારી રહ્યા ની રાવ ઉઠી છે. જોકે, પિવાના પાણી નો વિકટ પ્રશ્ર્ન ઘણા લાંબા સમયથી હોય ગત લોકસભાની ચુંટણી વખતે ચુંટણી પ્રચારમા ગયેલા ભાજપના ઉમેદવાર સમક્ષ ગામડાના સરપંચે લેખિત રજુઆત કરી પાણી માટે પોકાર પાડ્યો હતો. તેમ છતા હજુ કોઈ નિવેડો ન આવતા હાલ લોકો ખાનગી વાહન મા જયા ત્યા થી વેચાતુ પાણી મેળવી તરસ છીપાવી રહ્યા હોય આ પરીસ્થિતિ જોતા સરપંચે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દઈ મામલતદાર કચેરી એ ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ટંકારા તાલુકાના છેવાડે આવેલા ટોળ ગામે છેલ્લા પંદર દિવસ થી પિવાનુ પાણી જ સદંતર મળતુ ન હોય ગામડાના લોકો ઉપરાંત પશુઓ રીતસર વલખી રહ્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે. જીવમાત્રની સૌથી પ્રાથમિક અને અગત્ય ની જરૂરિયાત પિવાનુ પાણી પોતાના ગામડે મળવુ બંધ થતા ગામડાના લોકો એ શરૂઆતે ઉપરથી કયાંક પાઇપ લાઇનમાં ફોલ્ટ  હશે તેવુ માનીને પાણી આવી જશે ના આશ્ર્વાસન જાતે જ એકબીજાને આપતા હતા. પરંતુ જોતજોતામાં સમય સરકતો ગયો પણ પિવાનુ પાણી છેલ્લા પંદર દિવસથી નળ મા દેખાતુ જ બંધ થઈ જતા આકરા તાપ મા આકુળ વ્યાકુળ થઈ પાણી ના બુંદ માટે વલખી રહ્યા છે. આ અંગે ટોળના રહેવાસી અને ટંકારા તાલુકા ભાજપના બક્ષીપંચના અગ્રણી ઘેલાભાઈ ફાંગલીયાએ જણાવ્યુ હતુ કે, પોતાના ગામડાની માનવ વસતી ૩૦૦૦ ઉપરાંત, અહીંયા વસતા મોટાભાગના પરીવારોનો મુખ્ય વ્યવસાય ખેતી અને દુધ છે. એટલે દરેક પરીવારના આંગણે ઘરેલુ પશુધન લગભગ પાંચ હજાર જેટલુ છે. હાલ પાણીની અતી વિકટ પરિસ્થિતિ નિર્માણ થતા તમામ જીવો ભારે વ્યાકુળ હોય પિવાના પાણી માટે ચો તરફ વલખા મારતુ દ્શ્ય જોનારાઓને પણ વ્યથિત કરી દયે એવુ છે. હાલ લોકો પાણીથી તરસ છીપાવવા જયા ત્યા ભટકી ને વેચાતા ટેન્કરો મંગાવીને ગાડુ ગબડાવે છે.પરંતુ આથિઁક સધ્ધર પરિવારો તો ઠીક પરંતુ નબળા પરિવારો ને વેચાતુ પાણી લઈ ગુજારો કરવો ભારે દુષ્કર બનવા લાગ્યો છે. ગામડાની પાણી ની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી હોવાથી ગામડાના લોકોએ વહીવટીતંત્ર , સરકાર ઉપરાંત પાણીપુરવઠા તંત્ર સમક્ષ પિવાના પાણી ની કાયમી કટોકટી દુર કરવા માંગણી કરતા પાણી પુરવઠા તંત્ર દ્વારા ત્રણ વર્ષ પૂર્વે પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવા ટંકારા થી ટોળ સુધી રૂપિયા બે કરોડના ખર્ચે જમીનમા પાઈપલાઈન પાથરી છે. શરૂઆતમા તેમાથી પાણી વિતરણ કરાયા બાદ છેલ્લા છ મહિનાથી એમાંથી પાણીનુ ટીપુ પડતુ ન હોવાનો વસવસો ગામડાના લોકો કરી રહ્યા છે. આ અંગે ટોળના સરપંચ અબ્દુલભાઈ મોમીને ગત લોકસભાની ચુંટણી પૂર્વે ચુંટણી પ્રચાર મા આવેલા રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સમક્ષ ગ્રામજનો ની હાજરીમા પિવાના પાણી મુદ્દે આકરી રજુઆત કરી ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લેખિત ફરીયાદ પણ કરી હતી. જોકે, આ વેળાએ અપાયેલા વચનો રાબેતા મુજબ પોકળ સાબિત થયાની અનુભૂતિ ગામડુ કરી રહ્યુ છે. આખરે પિવાના પાણી મુદ્દે રજુઆતો કરી કંટાળેલા સરપંચે તાકિદે નિવેડો ન આવે તો આગામી દિવસોમાં પોતાના સરપંચ ના હોદ્દા પર થી રાજીનામુ ધરી ટંકારા તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો સાથે ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અધુરામા પુરૂ પાણીની પાઈપલાઈન જાળવણી કરવા માટે ગામડાની ગ્રામ પંચાયત ને જવાબદારી વહન કરવા પરાણે ગાળીયો પરોવી દેવામાં આવતા ગામડામા ગ્રામ પંચાયત પાસે ખર્ચ કરવાની ક્ષમતા ન હોવાથી તે પણ પ્રશ્ર્ન ભારે સતાવી રહ્યો છે. પાઈપલાઈન જાળવણી કરવી એટલે કીડી ને કોસ નો ડામ દેવા સમાન નિર્ણય હોય એ કેમ સંભાળી શકાય એમ સરપંચે જણાવ્યુ હતુ.