ટંકારામા યોગ બોર્ડ આયોજીત સમર કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ.

Advertisement
Advertisement
ટંકારામા યોગ બોર્ડ આયોજીત સમર કેમ્પ નુ આયોજન ગાયત્રી નગર પ્રા.શાળાના કેમ્પસ ખાતે ચાલી રહ્યુ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય ના તમામ ૩૩ જીલ્લામા ૨૦૦ જેટલા સ્થળોએ સળંગ દસ દિવસ સુધી ૭ થી ૧૫ વર્ષ ના ભૂલકાઓ માટે સમર યોગ કેમ્પ યોજવાના આયોજન ને પગલે ટંકારામા સમર કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યુ છે. જેમા, ૧૦૦ બાળકો ભાગ લઈ રહ્યા છે.
 રાજ્ય યોગ બોર્ડ ના આયોજન અંતગર્ત ટંકારા ખાતે ગાયત્રીનગર પ્રાથમિક શાળાના પ્રાંગણ મા શરૂ થયેલા દસ દિવસીય સમર કેમ્પ યોજાયો છે. જીલ્લા યોગ કો ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી ના માર્ગદર્શન હેઠળ કુમાર શાળાના આચાર્ય પરેશભાઈ દુબરીયાએ સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા ની ઉપસ્થિતિ મા પ્રારંભ કરવામા આવ્યો હતો. જેમા, ૧૦૦ જેટલા ભૂલકાઓ ભાગ લેવા જોડાયા હતા. સમર કેમ્પના સંચાલક યોગ કોચ કંચનબેન સારેસા, સહાયક ડિમ્પલબેન સારેસા,યોગ ટ્રેનર ભૂમિ દુબરીયા, ધ્રુવી દુબરીયા, વૈશાલીબેન કટારીયા, સમતાબેન રબારી, જિન્નતબેન સમા, મીરા હિન્સુ, રાધિકા હિન્સુ સહિતના સાત જેટલા યોગ ટ્રેનર બહેનો યોગ કાર્ય ની કમાન સંભાળી રહ્યા છે. બાળકોના સર્વાગી વિકાસની સાથે બૌદ્ધિક ક્ષમતામા વધારો થાય એવી ક્રિયાઓ સાથે રમતો પણ રમાડવામા આવી રહી છે. ઉપરાંત,સમર કેમ્પમા બાળકો મા વધેલા મોબાઈલ આકર્ષક ને દુર કરવા પ્રયાસ કરી ભૂલકાઓની ભીતરમા છુપાયેલા કૌશલ્ય અને તેની મગજ શક્તિ શારીરીક સશક્તતા વિકસે એવા પ્રયાસો યોગ ટ્રેનર દ્વારા કરવામાં આવશે. તેમ સામાજીક કાર્યકર અને સમર કેમ્પ માટે શાળા પરીવાર અને બાળકો ને પ્રોત્સાહિત કરતા હેમંતભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ.