વાંકાનેરના અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં ત્રણ આરોપીઓ મધ્યપ્રદેશ થી ઝડપાયા.

Advertisement
Advertisement

વાંકાનેર ના સરતાનપર રોડ ખાતે સિરામિક ફેક્ટરી માંથી યુવાનનું અપરણ કરી ઇકો ગાડીમાં લઈ જઈ ખંડણી માગવાના કેસમાં ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના નવલપુરા ગામનો વતની વિકાસ ગુડા બારેલા સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં રહીને કામ કરતો હોય તેના સાળાએ આરોપી રણજીત દોલા વસુનીયાની દીકરીનું અપહરણ કર્યું હોવાનું અને તે મળી ગયો હોવાનું જણાવી આરોપી સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા, રામકિશન તથા અન્ય ઇસમોએ સરતાનપર રોડ ઉપર ફેકટરીના ગેઇટ બહાર ફરીયાદીને બોલાવી બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના દોલતપુરા ગામે લઇ જઇ ગેરકાયદેસર અટકાયતમાં રાખી ફરિયાદીને પરિવાર પાસે ફોન પર પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મધ્યપ્રદેશ રાજયના સ્થાનિક પોલીસ સ્ટેશનનો ફરીયાદીએ ફોનથી સંપર્ક કરી ધાર જીલ્લાના અમજોરા પોલીસ સ્ટેશનના દસઈ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી.આ ગંભીર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એલ.એ.ભરગા તથા સર્વેલન્સ સ્ટાફે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે તપાસમાં જઈ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સાથે આરોપી સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા અને રણજીત દોલા વસુનિયાને ઝડપી લીધા હતા.