આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચાના મકાનનું કામ ચાલુ હોય તેઓ અગાસી ઉપર પાણી છાંટતા હતા ત્યારે પગ લપસી જતા જમીન ઉપર પડી જતા ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.