મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટો રમતો એક ઝડપ

Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી મોરબી બી ડિવિઝન પોલીસે ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટો રમતા એક ને ઝડપી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે આરોપી કલ્પેશ બાબુભાઈ ચીખલીયા રહે.હરિઓમ પાર્ક, ઘૂંટુ રોડ, મહેન્દ્રનગર વાળાને મોબાઈલ ફોનમાં ઓએમજી247.કો નામનું આઈડી મેળવી આઇપીએલ ક્રિકેટ મેચમાં ગુજરાત અને કોલકતાની ટીમ વચ્ચે રમાઈ રહેલ મેચ ઉપર હારજીતના સોદા કરતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1150 તેમજ 5000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.