ટંકારાના લજાઈ પાસે વિદેશી દારૂનો જથ્થો કાર મા સંઘરી વેપલો કરતા બે શખ્સો ઝડપાયા. 

Advertisement
Advertisement
હાઈવે કાંઠે બે રોકટોક દારૂનો ધંધો કરાતો’તો ને પોલીસ ત્રાટકી, રૂપિયા ૨.૬૯ લાખ ના મુદ્દામાલ ઝડપી લીધો.
મોરબી હાઈવે પર આવેલા ટંકારાના લજાઈ ગામે ચોક્કસ નંબર ની થંભેલી કાર મા ઈંગ્લીશ દારૂ નો જથ્થો રાખી કાર માથી દારૂનુ વેચાણ થતુ હોવાની ચોક્કસ હકિકત ટંકારા  પોલીસ ને મળતા પોલીસે બાતમી વાળા ઠેકાણે પહોંચી રોડ  પર ઉભેલી કાર પાસે પહોંચી તલાસી લેતા ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ ૧૦૩ ઉપરાંત , દારૂના ચપલા, વોડકાની બોટલ તથા બિયર ટીન ૭૨ સહિતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર સહિત કુલ ૨,૬૯,૦૬૦/- રૂપિયા ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ દારૂનો જથ્થો ક્યાંથી મેળવી અને કેટલા સમય થી ધંધો કરાતો હોવા સાથે પડદા પાછળ મુખ્ય સુત્રધાર કોણ છે? સહિતના મુદ્દે તપાસ આદરી હતી.
હજુ બે દિ’ પૂર્વે લોકસભાની ચુંટણી સંપન્ન થઈ છે ત્યા જ ફરી કાયમ દારૂની રેલમછેલ કરતા દારૂના ધંધાર્થીઓ મેદાનમાં આવી ગયા હોય એમ ટંંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામે રોડ કાંઠે આવેલા Gidc વિસ્તારમા એક કારખાના પાસે જીજે -૧ આરડી ૭૧૫૭ નંબર ની આઈ ટ્વેન્ટી કાર ઉભી છે. અને રોડ પર થંભેલી કાર માથી બેરોકટોક ઈંગ્લીશ દારૂ નુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાની ચોક્કસ બાતમી ટંકારા ના પો.સ.ઈન્સપેકટર મુળુભા ધાંધલને પેટ્રોલીંગ દરમિયાન મળતા હાઈવે પર પેટ્રોલીંગ મા રહેલો પોલીસ કાફલો બાતમી વાળા ઠેકાણે પહોંચી રોડ પર ઉભેલી કાર ની તલાસી લેતા કાર માથી ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ ૧૦૩ ઉપરાંત, ઈંગ્લીશ દારૂ ના ચપલા, વોડકા ની બોટલ, બિયર ટીન સહિત રૂપિયા ૬૯૦૬૦/- નો મસમોટો ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પર થી કાર સહિત કુલ રૂપિયા ૨,૬૯,૦૬૦/- ના મુદ્દામાલ સાથે
રવિ ભાવેશ રામાનુજ રહે. લજાઈ અને મનીષ પ્રભાત વિઠલાપરા રહે.ધ્રુવનગર તા. ટંકારા નામના બંને શખ્સોને સ્થળ ઝડપી વિધિવત ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી મેળવી અને કેટલા સમય થી ધંધો કરાતો હોવા સાથે પડદા પાછળ મુખ્ય સુત્રધાર કોણ છે ? સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી.